અમરેલી જિલ્લામાં તા.૭મી ઓક્ટોબર યુવા સશક્તિકરણ દિવસે નિબંધ અને ક્વિઝ સ્પર્ધા, વ્યાખ્યાન માળા સહિતના કાર્યક્રમો શાળા -કોલેજોમાં યોજાશે, તા.૮મી રોજગાર મેળા યોજાશે, તા.૯મી પોષણ દિવસ અંતર્ગત પોષણક્ષમ વાનગીઓનું પ્રદર્શન, તા.૯ અને ૧૦ ઓક્ટોબર દરમિયાન ઉદ્યોગ સાહસિકતા દિવસે યોગ વિકાસની પ્રેરણાદાયી વાતોના કાર્યક્રમો, તા.૧૧મી ઓક્ટોબરે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોનું સન્માન સહિતના કાર્યક્રમ યોજાશે. તા.૧૨ અને ૧૩ ઓક્ટોબરના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ભીંતચિત્રો કંડારવા વગેરે, તા.૧૪મી ઓક્ટોબરે કૃષિ વિકાસ દિવસે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદો, પશુ આરોગ્ય મેળા, નવીન ખેત ટેકનોલોજી અને તા.૧૫મી ઓક્ટોબરે વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાશે.









































