અધિક કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું
અમરેલી જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અમરેલી જિલ્લામાં તા.૬ માર્ચ, ૨૦૨૪ સુધી અમલી રહેશે. અમરેલી જિલ્લામાં સભા-સરઘસ કરવા, હથિયાર રાખવા, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેની આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.