અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જ્યારે તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠું જેવી આવશ્યક ચીજવસ્તુઓનું પણ નિયમિતપણે રાહત દરે વિતરણ કરવામાં આવે છે. વ્યાજબી ભાવની દુકાન ખાતે ડોરસ્ટેપ ડિલિવરીના માધ્યમથી આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો પહોંચે તે બાબતે વિભાગના મંત્રીની સૂચના અનુસાર ગ્રામ્ય તકેદારી સમિતિ તથા શહેરી તકેદારી સમિતિના સભ્યોનાં બાયોમેટ્રિક વેરિફિકેશન બાબતે ૮૦ ટકા સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશનથી કાર્યવાહી થવા માટે ઠરાવવામાં આવ્યું છે. જે પૈકી તા. ૩૧.૧૨.૨૦૨૫ સુધી ઓછામાં ઓછા ૫૦ ટકા સભ્યોનાં બાયોમેટ્રિક/ઓ.ટી.પી. બેઇઝ્ડ વેરિફિકેશન ડોરસ્ટેપ ડિલિવરી સમયે લેવાના રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.