અમરેલી જિલ્લામાં શરાબીઓ પર પોલીસ સતત સકંજો ભીંસી રહી છે. જિલ્લામાં અમદાવાદના બે સહિત કુલ ૭૩ પીધેલા પકડાયા હતા. પોલીસે તમામને લોકઅપની હવા ખવરાવી નશો ઉતારી નાંખ્યો હતો. ભેરાઇ ચોકડી, પટવા, ચલાલા, ધારી, પીઠવડી, ધજડી, બગસરા, ટોડા, રિંગણીયાળા, જાફરાબાદ, દામનગર, સાવરકુંડલા, ટીંબી ચેક પોસ્ટ, રાજુલા, લોકી, વડિયા, લીલીયા, પૂંજાપાદર, ડેડાણ, ખડાધાર, શેલણા, વંડા, અમરેલી સહિતની જગ્યાએથી મળીને ૭૩ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં લથડિયા ખાતા પકડાયા હતા. જિલ્લામાં બે દિવસમાં ૧૪૪ શરાબી પોલીસ ઝપટે ચડી ચુક્યા છે. જિલ્લામાં ૯ લોકો પાસેથી ૧૪ લીટરથી વધારે દેશી દારૂ મળ્યો હતો.