અમરેલી જિલ્લામાંથી પોલીસ પ્રોહિબીશનની પ્રવૃત્તિને ડામવા સતત કામગીરી કરી રહી છે. જિલ્લામાંથી પોલીસે વધુ ૬૬ શરાબીને ઝડપીને લોકઅપ ભેગા કરીને બધો નશો ઉતારી નાંખ્યો હતો. દુધાળા ચેક પોસ્ટ, જાફરાબાદ, સાવરકુંડલા, બગસરા, રિંગણીયાળા, દામનગર, ચલાલા, ડેડાણ, ખડાધાર, લાઠી, જાનબાઈ દેરડી, ભુખલી સાથળી, મોટી કુંકાવાવ, વંડા, ભેરાઈ ચોકડી, વિક્ટર ચેક પોસ્ટ, ટીંબી, બાબરા, અમરાપરા, રાજુલા, લીલીયા, પીઠવડી, વિજપડી, લાલાવદર, અમરેલી સહિતની જગ્યાએ પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં લોકોને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. દૂધાળા ચેક પોસ્ટ પરથી પોરબંદરમાં રહેતો યુવક પીધેલી હાલતમાં ફોર વ્હીલ ચલાવતાં મળી આવ્યો હતો. જિલ્લામાં ૯ સ્થળેથી ૧૩ લોકો પાસેથી દેશી દારૂ પકડાયો હતો.