અમરેલી જિલ્લામાં દારૂના દૈત્યને નાથવા પોલીસ વડાએ કડક સૂચના આપી છે. અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ ઠેકાણેથી ૧૩ દારૂડિયાને લથડિયા ખાતાં ઝડપીને લોકઅપમાં ધકેલ્યા હતા. પોલીસે રાજુલામાંથી આઠ, અમરેલીમાંથી બે, પીઠવડી ગામ, જાફરાબાદ જૂના પુલ અને બાબરામાંથી એક-એક મળી કુલ ૧૩ લોકોને નશો કરેલી હાલતમાં પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જાફરાબાદના કેરાળા ગામે ખારા વિસ્તાર પાસેથી એક વ્યક્તિ પાસેથી આઠ લિટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો. ભોરીંગડા ચોકડીએથી ક્રાંકચનો એક યુવક બાઇક લઇને પસાર થતો હતો ત્યારે અટકાવીને તલાશી લેતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની અધૂરી બોટલ મળી આવી હતી. પોલીસે તેની પાસેથી બાઇક, દારૂ સહિત કુલ ૩૫,૧૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.