અમરેલી જિલ્લામાંથી પોલીસે સાત જગ્યાએથી ૩૭ શકુનીને ઝડપી કાર્યવાહી કરી હતી. દામનગર સીમમાં ધામેલ રોડ સાગર ટ્રેડિંગની પાછળ રાણાભાઇ કાનજીભાઇ નારોલાની વાડીના જાહેર જગ્યાએ રસ્તામાં રોકડા ૨૩,૯૯૦ અને સાત મોબાઇલ મળી કુલ ૬૩,૯૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. સાવરકુંડલાના વિરડી ગામેથી પાંચ ઈસમો રોકડા ૧૦,૩૨૦ સાથે, મોટા ઝીંઝુડા ગામેથી ત્રણ ઇસમ રોકડા ૧૧,૭૫૦ સાથે, આંબરડી ગામેથી આઠ ઇસમો રોકડા ૧૪,૨૮૦ સાથે ઝડપાયા હતા. અમરેલીના કમીગઢ ગામેથી સાત ખેલી રોકડા ૧૫,૦૫૦ સાથે, ચાંપાથળ ગામની સીમ વિસ્તારમાંથી પાંચ ઈસમો રોકડા ૧૦,૩૮૦ સાથે, સાવરકુંડલામાંથી બે ઇસમો રોકડા ૨૨૧૦ સાથે ઝડપાયા હતા.