અમરેલી જિલ્લામાંથી વધુ ૩ મોબાઇલ ફોન ચોરાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાવરકુંડલામાં રહેતા મયુરભાઈ રામકુભાઈ વિછીયા ખાંભા રાજધાની હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમનો મોબાઇલ ફોન પડી ગયો હતો. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. તાતણીયા ગામે રહેતા ભરતભાઈ ભાભલુભાઈ સૈડા (ઉ.વ.૧૯)નો મોબાઇલ ફોન ઘરથી ગામના બસ સ્ટેશન સુધીમાં ક્યાંક પડી ગયો હતો. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલામાં રહેતા ઇકબાલ અહેમદભાઈ શેખ (ઉ.વ.૪૨)એ મોબાઇલ ફોન રીક્ષાના ખાનામાં મૂક્યો હતો. જેની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને લઈ ગયો હતો.