અમરેલી જિલ્લામાં દારૂડિયાઓને પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં દારૂ પી નીકળતા હોવાથી પોલીસે આવા ઇસમોને ગુનાનું ભાન થાય તે માટે તેમની અટકાયત કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં દામનગરમાંથી પ્રવીણ મોતીભાઈ મકવાણા, વિજય મનુભાઈ રાઠોડ, જાફરાબાદમાંથી બાબુભાઈ શિયાળ, અમરેલીના બહારપરામાંથી ભાવેશ ઉર્ફે ગીગો મનુભાઈ મેર, રાજેશ બાલુભાઈ સોહલિયા, વડીયામાંથી હરેશ કનુભાઈ કાવઠીયા, જાફરાબાદના નાગેશ્રી ગામેથી મનસુખ નાજાભાઇ મહીડા, રાજુલાના વાવેરા ગામેથી કૃણાલભાઈ દાનાભાઈ બાબરીયા, વિનોદભાઈ ડાયાભાઈ ચુડાસમા, સાવરકુંડલામાંથી પરેશભાઈ પ્રવીણભાઈ વાળોદરા, સંજયભાઈ પ્રવીણભાઈ વાળોદરા, અમરેલીના પાણિયા ગામેથી ઘનશ્યામ મનુભાઈ ડાભી દેશી દારૂ પી જાહેરમાં આંટાફેરા કરતા હોવાથી પોલીસે તમામ ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.