પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ આટકોટ મુકામે અદ્યતન હોÂસ્પટલના લોકાર્પણ માટે આવી રહ્યાં છે. આ હોસ્પિટલને મીની એઈમ્સ તરીકે ઓળખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી આટકોટ મુકામે આવી રહ્યાં હોવાથી પ્રધાનમંત્રીને આવકારવા માટે ભાજપ કાર્યકરોમાં અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે. અમરેલીથી નજીક આવેલ આટકોટ મુકામે આજરોજ પ્રધાનમંત્રી હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવી રહ્યાં છે ત્યારે આટકોટમાં અંદાજે બે લાખથી વધુ જનમેદની એકત્ર થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. જો અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાંથી રપ૦૦૦ જેટલા ભાજપ કાર્યકરો પ્રધાનમંત્રીને આવકારવા માટે આટકોટ મુકામે જશે. જેમા ૩પ૦૦ જેટલી બહેનો પણ સામેલ થશે. આ કાર્યકરોને આટકોટ સભા સ્થળે પહોંચાડવા માટે ૩રર બસનું બુકિંગ કરવામાં આવ્યુ છે તેમજ ખાનગી વાહનોના માધ્યમથી પણ કાર્યકરો પહોંચશે.તમામ કાર્યકરોને સવારે ૯ કલાકે પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ વહીવટી તંત્ર દ્વારા પણ છેલ્લાં ત્રણ દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ, પ્રધાનમંત્રીના આગમનને લઈ અમરેલી જિલ્લા ભાજપ કાર્યકરોમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ કાર્યકરો ઉપસ્પિત રહે તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારા સભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ, મનીષ સંઘાણી, સુરેશભાઈ પાનસુરીયા, હિરાભાઈ સોલંકી, દિપકભાઈ માલાણી, જલ્પેશભાઈ મોવલીયા, વિપુલભાઈ દુધાત, હિરેનભાઈ હિરપરા સહિત તમામ તાલુકા અને શહેર ભાજપના હોદેદારો તૈયારીઓ કરી રહ્યા છે.