પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પોલીસકર્મીઓની રજાઓ પણ આ સમયગાળા દરમિયાન રદ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી પણ પોલીસ અધિકારીઓ અમદાવાદ ખાતે બંદોબસ્તમાં જાડાશે તેમ જાણવા મળ્યુ છે. આ અંગે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાંથી પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ પ્રધાનમંત્રીના આગમન સમયે બંદોબસ્તમાં રહેશે. જા પોલીસ કોન્સ્ટેબલની માંગણી કરાશે તો પોલીસ કોન્સ્ટેબલને પણ મોકલવામાં આવશે. આમ, જિલ્લામાંથી પીઆઈ અને પીએસઆઈ પણ પ્રધાનમંત્રીના બંદોબસ્તમાં હાજર રહેશે.