અમરેલી જિલ્લામાંથી પોલીસે નશામાં ચૂર થઈને ફરતાં ૩૭ ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આરોપીઓ પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. બાબરા-કરિયાણા રોડ પરથી દેશી દારૂ બનાવવાનો ૨૧૦ લીટર આથો ઝડપાયો હતો. જિલ્લામાં સાત મહિલા સહિત ૨૯ લોકો પાસેથી ૧૧૦ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જાફરાબાદના વઢેરા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨ બોટલ તથા દાતરડી ગામેથી પણ ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂની ૨ બોટલ મળી આવી હતી.