અમરેલી જિલ્લામાંથી પોલીસે વધુ ૪૧ શરાબીઓને ઝડપીને લોકઅપની હવા ખવરાવી નશો ઉતારી નાંખ્યો હતો. જિલ્લામાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇતરીયા ગામના પાંચ શખ્સો ઝડપાયા હતા. જોલાપર ગામના પાટીયે,મજાદર ગામના પાટીયે, મીતીયાળા, જાફરાબાદ, વઢેરા, ટીંબી ચેક પોસ્ટ, લાઠી, ખાંભા રાજધાની ચેકપોસ્ટ, ધારી, દહીડા,  રવિયા બગસરા, ચલાલા, રાજુલા, હિંડોરણા, અમરેલી સહિતની જગ્યાએથી ૪૧ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા. જિલ્લામાં સાત જગ્યાએથી ૬૦ લીટર દેશી દારૂ સહિત ૧૧,૩૪૮ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલીમાં લાઠી રોડ પરથી એક યુવક ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની એક બોટલ તથા બાબરા ટાઉનમાં અમરાપરા બસ સ્ટેન્ડ પાસેથી એક યુવક વ્હીસકીની બે બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસ બંને પાસેથી મળી બુલેટ મોટર સાઇકલ સહિત ૬૧,૨૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
કર્યો હતો.