અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ, ધારી ખોડિયાર ડેમ, મધ્યરાત્રિના વરસાદને કારણે છલકાયો છે. ધારી ગીર પંથકમાં વરસાદમાં પાણીની આવક થતાં ડેમની સપાટી વધી હતી. પરિણામે, તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે ડેમના બે દરવાજા ૯ ઇંચ ખોલવાની ફરજ પડી હતી. હાલમાં ડેમમાં ૧૨૦૦ ક્યુસેક પાણીની આવક સામે એટલા જ પાણીનો નિકાલ શરૂ કરાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જિલ્લામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા ડેમ છલકાયો છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સચેત રહેવા સૂચના અપાઈ છે. ખોડીયાર ડેમ છલકાતા હાલરીયા સહિત અમરેલી તાલુકામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.









































