અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ પાકોનું વાવેતર સારૂં થયેલ હોય, જેથી યુરિયાની માંગ ઉભી થઇ છે. ત્યારે ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાને ૩ર હજાર ઇફકો નેનો યુરિયા બોટલની ફાળવણી કરવામાં આવી છે. આટલો મોટો જથ્થો ફાળવાતા ખેડૂતોને રાહત થઇ છે. ઇફકોએ નેનો યુરિયા બનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવાનું પગલું ભર્યું છે.