અમરેલી જિલ્લાની શાળાઓમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઉનાળુ વેકેશન બાદ આજરોજ તા.૧૩ જૂને જિલ્લાની ૭૬૧ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ આજથી ખુલશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકો પણ મોકલી આપવામાં આવ્યાં છે અને જે શાળાઓમાં પાઠ્ય પુસ્તકો મળ્યા નથી તે શાળાઓમાં ટૂંક સમયમાં પાઠ્ય પુસ્તકો મોકલી આપવામાં આવશે. ઉનાળાનું લાંબુ વેકેશન ખુલતું હોવાથી તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ પણ આજરોજ ફરજ પર હાજર થશે.