તાજેતરમાં ભાવનગર રેન્જ આઇજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે વડીયા પોલીસ મથકની કામગીરીની સરાહના કરી હતી. વડીયા પોલીસ દ્વારા આ વર્ષે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારની ગૂમ થયેલ એક મહિલાને મુંબઇથી શોધી કાઢી વડીયા પરત લાવવામાં આવી હતી, મોટા ઉજળા ગામે તપાસ દરમિયાન આરોપીને પકડી પાડી અનડિટેક્ટ મર્ડર કેસ ડિટેક્ટ કર્યો હતો તેમજ દેવગામમાં થયેલ લૂંટમાં હિસ્ટ્રીશીટર કાળુ સુરાભાઇ વાઘેલાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હોવા સહિતની બિરદાવવા લાયક કામગીરી વડીયા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
રેન્જ આઇજીની વડીયા પોલીસ મથકની મુલાકાત દરમિયાન એસપી નિર્લિપ્ત રાય, ડિવાયએસપી ભંડારી તથા વડીયા પીએસઆઇ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતાં.