રાજય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ માટેના આંકડા જાહેર થતાની સાથે જ અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકા સ્વચ્છતા બાબતે ઉંધા માથે પછડાઈ હતી. જેમાં એક માત્ર જાફરાબાદ નગરપાલિકાનો ૭મો રેન્ક આવ્યો છે જયારે બાબરા નગરપાલિકા છેક ૧૩૪માં નંબરે છે. રાજયમાં દર વર્ષે સ્વચ્છતા અભિયાન માટે સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. જા કે સ્વચ્છતા સર્વેક્ષણ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે. ‘અ’ વર્ગની નગરપાલિકા ધરાવતી નગરપાલિકાની નેશનલ લેવલે ગણતરી કરવામાં આવતી હોય છે તેમજ રાજય કક્ષાએ પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં કઈ નગરપાલિકા કેવી સ્વચ્છતા રાખે છે તે તમામ બાબતોનું ધ્યાન રાખી કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આંકડાઓ બહાર પાડવામાં આવતા હોય છે. આ વર્ષે પણ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકા જાણે સ્વચ્છતાના નામે મીંડુ હોય તેમ ઉંધા માથે પછડાઈ હતી. સરકાર દ્વારા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે અને આગેવાનોએ ભૂતકાળમાં સાવરણા પકડી જાણે શહેરને સ્વચ્છ કરવા માટે નિકળ્યા હોય તેમ ફોટો સેશન પણ કરાવ્યું હતું પરંતુ વાત્સવમાં જમીની હકીકત કંઈક જુદી જ છે. સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૧માં અમરેલી નગરપાલિકાએ નેશનલ લેવલે ૧૬૦મો ક્રમ મેળવ્યો છે તેમજ રાજયમાં ૭૩મો નંબર મેળવ્યો છે. અમરેલી શહેરમાં ગમે ત્યારે ઉભરાતી ગટરો, ઠેર ઠેર ગંદકી હોય ત્યારે અમરેલી નગરપાલિકા ટોપ ટેનમાં પણ આવી શકે તેવી Âસ્થતિમાં નથી. ભાવનગર ઝોન નીચે આવતી અમરેલી સહિતની નગરપાલિકાઓમાં ઘન કચરાનો નિકાલ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, ડÂમ્પગ સાઈટ ઉપર કચરાનો નિકાલ, આડીએફ સહિતની કામગીરીને ધ્યાને લઈ આપવામાં આવતા માર્કસને આધારે સ્વચ્છતાનું સર્વેક્ષણ થતું હોય છે પરંતુ અમરેલી શહેરમાં મોટાભાગે જયાં નજર કરો ત્યાં ગંદકીના ગંજ જ જાવા મળી રહ્યાં છે જેના આધારે અમરેલી જિલ્લા કક્ષાનું શહેર હોવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ધોબીપછાડ ખાધી છે. આમ, માત્ર વિકાસની મસમોટી વાતો કરનારા પાલિકાના શાસકોની કામગીરી કેવી છે તે કેન્દ્ર અને રાજયના સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા પરથી જ સાબિત થઈ ચૂકી છે.

 

લોકોની પણ ગંભીર બેદરકારી
અમરેલી શહેરમાં મોટાભાગે જાહેર માર્ગો પર ગંદકીના ગંજ જાવા મળી રહ્યાં છે. સ્વચ્છતા બાબતે પાલિકા દ્વારા અનેકવાર માઈક ફેરવી શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવતો હોય છે પરંતુ સ્વચ્છતા બાબતે લોકો જાણે બેદરકાર હોય તેમ કોઈ ગંભીરતા લેતા નથી. ગમે ત્યાં કચરો ફેંકી દેવો, જાહેર માર્ગ પર ખાતરના ઢગલા કરવા તે શહેરીજનોને જાણે રોજિંદુ બની ગયું છે. લોકોની ગંભીર બેદરકારીને કારણે શહેરમાં જયાં જુઓ ત્યાં કચરાના ઢગલા દેખાઈ રહ્યાં છે ત્યારે અમરેલી નગરપાલિકાનો સ્વચ્છતાનો રેન્ક સુધારવા માટે લોકોએ પણ સ્વચ્છતા અંગે
જાગૃત થવુ પડશે.

 

બસસ્ટેશનમાં પણ ગંદકીના ગંજ ખડકાયા
અમરેલી બસસ્ટેશનમાં હાલના સમયે ચિક્કાર ટ્રાફિક જાવા મળી રહ્યો છે. મુસાફરોનો મેળાવડો હોવાથી બસ સ્ટેશનના પટાંગણમાં કચરાના ઢગલા જાવા મળી રહ્યા છે. બસસ્ટેશનનું પટાંગણ સાફ રાખવાની જવાબદારી એસ.ટી.તંત્રની હોય છે પરંતુ બસ સ્ટેશનમાં પુરતી સાફ સફાઈ થતી ન હોવાથી જયાં જુઓ ત્યાં કચરો દેખાઈ રહ્યો છે. મુસાફરો પણ કચરાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

 

સ્વચ્છતા સર્વેક્ષણમાં અમરેલી નગરપાલિકાનો રેન્ક સુધર્યો
અમરેલી નગરપાલિકા ‘અ’ વર્ગ ધરાવતી હોવાથી આ નગરપાલિકાનું નેશનલ સ્તરે પણ સર્વેક્ષણ કરવામાં આવતું હોય છે. બે વર્ષ પહેલા રાષ્ટ્રીય કક્ષાએ અમરેલી નગરપાલિકા ર૦૦થી ઉપરનો રેન્ક ધરાવતી હતી. જે ગત વર્ષે આ રેન્ક સુધરીને ૧૬૪ થયો હતો. જયારે આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમરેલી નગરપાલિકાનો ૧૬૦મો રેન્ક આવ્યો છે. આમ રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ રેન્કમાં નગરપાલિકાએ મહદઅંશે સુધારો કર્યો છે. પરંતુ આ રેન્કથી નગરપાલિકાએ બહુ હરખાવાની જરૂર નથી. કારણ કે અન્ય નગરપાલિકાઓની સરખામણીએ આ રેન્ક ખૂબ જ
પાછળ છે.

 

રાજ્ય કક્ષાએ અમરેલી જિલ્લાની નગરપાલિકાનો રેન્ક
નગરપાલિકા રેન્ક
જાફરાબાદ ૭
દામનગર ર૦
સાવરકુંડલા ૬૩
બગસરા ૬૯
અમરેલી ૭૩
લાઠી ૭૬
ચલાલા ૯૩
રાજુલા ૧ર૧
બાબરા ૧૩૪