ભાવનગર ઝોન હેઠળની અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ કેમ્પેન અંતર્ગત શહેરવ્યાપી સઘન સફાઈ અને જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન, પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જેમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વિસ્તારો, તમામ રિક્ષા/ટેક્ષી સ્ટેન્ડ્સ, સાઇકલ સ્ટેન્ડ અને જાહેર ર્પાકિંગની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવી. આ ઉપરાંત, શહેરી વિસ્તારમાં આવેલ તેમજ પસાર થતા રાજ્ય/રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રીંગ રોડની સફાઈ કરાઈ હતી. મહત્વનું છે કે કચરાનાં એકત્રીકરણ અને વર્ગીકરણનાં તમામ સાધનોની પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ, ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ તથા વોટર બોડી/નાળાની સફાઈની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતુ. ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળોની સઘન સફાઈ કરવામાં આવી હતી.









































