અમરેલી જિલ્લાની ૪ર૯ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે મતદારોમાં અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો. ગ્રામ પંચાયતના સરપંચ પદ અને સભ્ય પદના ઉમેદવારો દ્વારા વતનીઓને મતદાન કરવા માટે અમરેલી જિલ્લામાં પ૦૦ કરતા વધારે ખાનગી બસો મતદારોને લઇ આવી પહોંચી હતી. ગત તા. ૧૯ના રોજ મતદાન પૂર્ણ થયા બાદ મતદારો પોતપોતાના શહેર ભણી રવાના થયા હતા. આ વખતે મતદારો મતદાન માટે પોતાના વતનમાં આવી પહોંચ્યા બાદ અનેક ગામોમાં સતત જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તો, મતદાન માટે વતન ગયેલા શ્રમિકો પણ હવે મજૂરીકામ અર્થે ફરી અમરેલી જિલ્લામાં પરત ફરી રહ્યા છે ત્યારે બસ સ્ટેશનો પર ભારે ધસારો જાવા મળી રહ્યો છે.