અમરેલી જિલ્લામાં અબોલ જીવ માટે અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન સેલ બીજેપી એક્ટિવ થયું છે. આગામી સમયમાં આ માટે સ્કૂલ, કોલેજ, આંગણવાડીમાં વર્ષમાં એકવાર મુલાકાત, તેના વિશે અવેરનેસ કાર્યક્રમ, ગૌ વિજ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાનાં ડ્ઢઇર્ડ્ઢં વિભાગ અંતર્ગત આવતા શ્રી ગૌ મોલ દ્વારા પ્રોજેક્ટમાં સહયોગથી ગૌશાળા, ગોપાલકો આત્મનિર્ભર બને અને અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન અને ગૌ પ્રોડક્ટ શરુ કરાવામાં આવશે. આ સંદર્ભે વિએચપી પ્રમુખ બાબુભાઈ સોલંકી, સંયોજક ગૌ સંવર્ધન સેલ અમરેલી જિલ્લા બીજેપી પ્રશાંતભાઈ ચુડાસમા, સહ સંયોજક તેજસભાઈ નિમાવતે કલેકટર અજય દહીયા સાથે મુલાકાત કરી હતી.