અમરેલી એસ.ટી.ડિવિઝનની બસોમાં ડ્રાઈવર-કંડકટરો દ્વારા મુસાફરોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવતા હોવાનું જાણવા મળ્યુ છે. એસ.ટી.બસમાં મુસાફરોને ખીચોખીચ બેસાડવામાં આવતા હોવાથી નવા વાયરસને જાણે આમંત્રણ આપતા હોય તેવો તાલ સર્જાયો છે. અમરેલી એસ.ટી. ડિવિઝનમાંથી ઉપડતી પંચમહાલ બાજુ જતી-આવતી બસમાં પરપ્રાંતીય મુસાફરોને જેમ ફાવે તેમ ભરવામાં આવે છે. એક બસમાં ૮૦થી ૯૦ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યાં હોય છે. બસમાં બેસવાની જગ્યા ન મળે તો ડ્રાઈવરો દ્વારા કેબીનમાં મુસાફરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યુ છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો તો છેલ્લાં ઘણા સમયથી ઉલાળીયો થઈ રહ્યો છે. ઓમિક્રોન નામના વાયરસે સૌરાષ્ટ્રમાં દસ્તક દઈ દીધી છે છતાં એસ.ટી.ના કર્મચારીઓની લાપરવાહી સામે આવી છે.