ગુજરાતમાં જગતના તાત એવાં ખેડૂતો હવે પરંપરાગત કૃષિથી પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે. એક અંદાજ મુજબ અમરેલી જિલ્લાના ૩૧,૯૮૧ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ચૂક્યા છે અને ઘર બેઠાં જ પ્રાકૃતિક ઢબે ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરી રહ્યા છે. માન્યતા પ્રાપ્ત પ્રાકૃતિક કૃષિ પેદાશનું માર્કેટિંગ કરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવવામાં આવેલ ખેત પેદાશોની ગુણવત્તા સારી હોવાના કારણે બજારમાં તેમના સારા ભાવો મળે છે.
પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટે વ્યક્તિગત માર્કેટિંગ, નવીન માર્કેટિંગ પ્લેટફોર્મ્સ, કેપ્ટિવ આઉટલેટ્સ, ઓનલાઈન માર્કેટિંગ (ઈ-કોમર્સ) અને ઓફલાઈન શોપ્સના માધ્યમથી માર્કેિર્ટંગ સહ વેચાણ દ્વારા મબલખ કમાણી કરી શકાય છે. આ રીતોથી ગ્રાહકોને સીધા જ જોડી શકાય છે. માર્કેટિંગની આ રીતની મદદથી પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો ઉત્પાદનની વિશિષ્ટતાને પ્રોત્સાહન આપી શકે છે.