અમરેલી જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તા. ૨૫/૧૧/૨૦૨૪ના ઠરાવ નંબર ૧૧ મુજબ અને ગુજરાત પ્રાંત સંગઠનના માર્ગદર્શન મુજબ ભૂતપૂર્વ મહામંત્રી મહેન્દ્રભાઈ કાવઠીયાના સ્થાને કાર્યકારી મહામંત્રી તરીકે મનિષાબેન સુરાણીની વરણી કરવામાં આવી છે. ભૂતપૂર્વ મહામંત્રીએ લીલીયા તાલુકાનાં ઓડિટ બાબતે જે અરજી-પ્રેસ નોટ આપેલ છે તેમાં અમરેલી જિલ્લા સંગઠનને વિશ્વાસમાં લીધેલ નથી કે સંકલન કરેલ નથી. લીલીયા તાલુકાના ઓડિટ બાબતે જિલ્લા સંગઠનને આધાર પુરાવા સાથે કોઈપણ પ્રકારની આચાર્યો તરફથી ફરિયાદ કે રજૂઆત નિયમોનુસાર મળેલ નથી તેવો ખુલાસો પણ કર્યો હતો