પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની સૂચના મુજબ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાં ભાજપ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં બગસરા અને દામનગર શહેરમાં ઉપપ્રમુખ અને મંત્રીઓની વરણી કરવામાં આવી છે. તેમજ લાઠી તાલુકા, લીલીયા તાલુકા, ધારી તાલુકા, ખાંભા તાલુકા અને રાજુલા તાલુકામાં પણ ઉપપ્રમુખ અને મંત્રીઓની વરણી કરાઇ છે. સાથોસાથ અમરેલી, બાબરા, સાવરકુંડલા તાલુકો, રાજુલા શહેર અને તાલુકો, જાફરાબાદ શહેરમાં યુવા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે. આ વરણીને અમરેલી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા આવકારી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.