સમગ્ર દેશમાં લવ જેહાદનું પ્રમાણ વધવા પામ્યું છે. ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, હિન્દુ પરિવારોની ઘરવાપસી, સામાજીક સમરસતા સહિતનાં કાર્યો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આજે પણ ૩ર દેશોમાં પ૩ હજાર કરતાં વધુ સમિતિઓ, ૭૦૦ જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓનાં માધ્યમથી ચાલતી વિ.હિ.પ. પોતાના ૬૦ વર્ષ પછી સમગ્ર હિન્દુ સમાજને માહિતગાર કરવાના હેતુ સાથે દેશના દરેક ભાગમાં હિન્દુ સંમેલન કરવાનું આયોજન નક્કી કરવામાં આવ્યુ છે. જેનાં ભાગરૂપે અમરેલી જિલ્લાના ષષ્ટીપૂર્તિ સમારોહનાં અધ્યક્ષ અને વિ.હિ.પ.નાં ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈની આગેવાનીમાં જિલ્લા અધ્યક્ષ ઈતેષભાઈ મહેતાના માર્ગદર્શન નીચે તા.૧ર થી ૧૭ સપ્ટેમ્બર સુધી લીલીયા, લાઠી, દામનગર, બાબરા, ચિતલ, કુંકાવાવ, વડીયા, ધારી, બગસરા, ચલાલા વગેરે પ્રખંડમાં વિ.હિ.પ. દ્વારા વર્ષના સમારો પ્રસંગ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ સંમેલનમાં જિલ્લાના સંતો, હિન્દુ આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે. જિલ્લામાં યોજાનાર સંમેલનને સફળ બનાવવા વિ.હિ.પ.ના જિલ્લા ઉપાધ્યક્ષ રશ્મિનભાઈ ત્રિવેદી, ડો. પંકજભાઈ ત્રિવેદી જિલ્લા સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, વિપુલભાઈ દવે, પ્રખંડ પ્રભારી યુવરાજસિંહ પલવાર, જીગુશુભાઈ મહેતા, અશોકભાઈ ભેસાણીયા, શૈલેષભાઈ પોપટ, ઈશ્વરભાઈ રાજ્યગુરુ, વિદુરભાઈ ડાબસરા, પ્રતાપસિંહજી રાઠોડ, દિલીપસિંહજી પરમાર, પ્રખંડ અધ્યક્ષ નિલેશભાઈ શેખલીયા, ચેતનભાઇ જમોડ, ઘનશ્યામભાઈ પરમાર, ગજેન્દ્રભાઈ શેખવા, રમેશભાઈ સોરઠીયા, સંજયભાઈ લાખાણી, મનીષભાઈ, અશોકભાઈ બાબરીયા, શિવરાજભાઈ વાળા, યસરાજ ધાધલ , સંજયભાઈ પંડયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે તેમ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિકભાઈ વેગડની યાદીમાં જણાવેલ છે.