વિશ્વમાં આરોગ્યની મોટામાં મોટી આરોગ્યલક્ષી આયુષ્યમાન ભારત યોજના તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત ”સર્વ રોગ નિદાન કેમ્પ” નું આયોજન નીચે આપેલ ગામોમાં અને સ્થળે કરવામાં આવેલ છે. મોટા આંકડીયા, ચિતલ, કેરીયાનાગસ, વાંકીયા, દેવગામ, મોટી કુંકાવાવ, વડીયા, ડેડાણ, ખાંભા, મોટા સમઢીયાળા, દલખાણીયા, ધારગણી, ધારી, સરસીયા, નાગેશ્રી, ટીંબી, હામાપર, જુના વાઘણીયા, મોટા દેવળીયા, કરીયાણા, કોટડાપીઠા, ભેરાઈ, ચાંચ, ડુંગર, કોટડી, આંબરડી, ચાવંડ, મતીરાળા, ક્રાંકચ, મોટા લીલીયા, ગાધકડા, મોટા ઝીંઝુડા, વંડા, વિજપડી ગામે કેમ્પમાં નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કરવામાં આવશે. તેમજ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેનાર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ અને આધાર કાર્ડ સ્થળ ઉપર જ કાઢવામાં આવશે. આ ઉપરાંત એન.સી.ડી. પ્રોગામ અતર્ગત તપાસ અને સારવાર, ટીબી સ્ક્રીનીંગ, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સલાહ તેમજ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા રોગ અટકાયતી તપાસ અને સારવાર પુરી પાડવા, અને આયુષ ડોકટરો પણ ઉપસ્થિત રહીને ઉકાળા તથા આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવશે.