ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. ૨૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની મુખ્ય પરીક્ષાઓ યોજાશે. જેમાં અમરેલી અને સાવરકુંડલા ઝોન મળી જિલ્લામાં ર૮ કેન્દ્રો પર ધો.૧૦ના ૧૯૪૯૦, ધો.૧રના વિદ્યાર્થીઓની ર૦ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. ધોરણ ૧૦માં અમરેલી ઝોનમાં ૧૪ કેન્દ્ર પર ૯૭૬૫ અને સાવરકુંડલા ઝોનમાં ૧૪ કેન્દ્ર પર ૯૭૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહના ૧૧૩૦૦ છાત્રોની પરીક્ષા લેવામાં આવશે. ઉપરાંત ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહમાં અમરેલી ઝોનમાં ૮ કેન્દ્રો પર ૫૩૧૫ અને સાવરકુંડલા ઝોનમાં ૭ કેન્દ્રો પર ૪૨૫૭ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ ૧૨ સાયન્સમાં અમરેલી ઝોનમાં ૩ કેન્દ્રો પર ૧૩૪૯ વિદ્યાર્થી અને સાવરકુંડલા ઝોનમાં ૨ કેન્દ્રો પર ૩૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાશે. આ વર્ષે રાજુલામાં પ્રથમ વખત ધોરણ ૧૨ માટે પ્રેક્ટિકલ અને લેખિત માટે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડની પરીક્ષાના આયોજનને પગલે આગામી દિવસોમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની બેઠક મળશે.