અમરેલી જિલ્લામાં હવે ડાલામથ્થાઓ જંગલ વિસ્તાર છોડી રેવન્યૂ વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાથી ખેડૂતો અને મજૂરોમાં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું છે. થોડા દિવસ પહેલા વડીયા પંથકમાં સિંહોએ પાંચ જેટલા પશુઓનું મારણ કર્યાની ઘટના બની હતી તો હવે બાબરાના મોટા દેવળીયા, ચમારડી વિસ્તારમાં સિંહો આંટાફેરા મારતા હોવાથી ફફડાટ ફેલાયો છે.