અમરેલી જિલ્લામાં સાહસિક પ્રવૃત્તિઓના તાલીમ કોર્ષ માટે ઇચ્છુક યુવક-યુવતીઓ માટે પાંચ દિવસની નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. યુવાનોમાં સાહસિકતાના ગુણો વિકસે અને આવી પડેલ પૂર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપાતકાલીન સમયમાં જિલ્લાના યુવાનોની જે-તે જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ મળી રહે તે આશયથી આ શિબિર યોજાનાર છે. જેમાં સ્થાનિક યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે. તા. ૩૧-ડિસે.-ર૦ર૧ ના રોજ જેમની વય ૧પ થી ૩પ વર્ષની હોય તેઓ આ શિબિરમાં ભાગ લઇ શકશે. આગામી ૧૩-ડિસેમ્બર ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ છે. આ કાર્યક્રમમાં કુલ ૪૦ યુવક-યુવતીઓને જાડવા માટે પસંદગી કરાશે.