અમરેલી જિલ્લાનાં ૧પથી ૩પ વર્ષના યુવક-યુવતીઓ માટે શિબિર યોજાશે. શિબિર દરમ્યાન શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે રચનાની કાર્ય પદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેનાં ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવશે. જયારે શિબિરાર્થીઓનાં શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારનાં આસનોનું પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને આવવા-જવાનો પ્રવાસ ખર્ચ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. અમરેલી જિલ્લાનાં યુવક-યુવતીઓને આ તાલીમ શિબિરમાં જોડાવા માટેની સાદા કાગળ પર અરજી કરી અત્રેની જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ.૧૧૦-૧૧૧,અમરેલી ખાતે તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું  છે.