અમરેલી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને ખાળવા માટે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝુંબેશ સઘન બનાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૯,૦૭,૮૦૧ લોકોનું રસીકરણ થઇ ચૂક્યું છે. તો, જિલ્લાના પ૪પ ગામોમાં ૧૦૦ ટકા વેક્સિનેશન કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આમ, કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે અમરેલીનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.