સમગ્ર દેશના શિક્ષકોએ શિક્ષક પાત્રતા કસોટી TET નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવાની મુખ્ય માંગ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ધરણા કાર્યક્રમમાં ગુજરાતમાંથી આશરે બે હજાર જેટલા શિક્ષકો જોડાયા હતા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને અન્ય અગ્રણીઓની આગેવાની હેઠળ અમરેલી જિલ્લામાંથી લગભગ પચાસ શિક્ષકોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો. ૨૦૦૫ પછીના શિક્ષકોનેઁજી મળે તે માટે આ પ્રદર્શન યોજાયું હતું.










































