અમરેલી,તા.૦૩
કૃષિ અને ગ્રામ્ય વિકાસ પરિષદના માધ્યમ થકી અમરેલી જિલ્લાના સંર્વાગી વિકાસ માટે પ્રયત્નોની શરૂઆત કરવામાં આવી છે. જ્ઞાતી-જાતી કે રાજકીય ભેદભાવ વિના ખેતી, ગામડાઓ, ખેત મજુરો, દરિયાઈ વિકાસ, ઉદ્યોગોના વિકાસ માટે અમરેલી જિલ્લાની જનતાને સાથે લઈને સતત અને સફળ પ્રયત્ન કરાશે. ભાંગતા ગામડાઓ અને સ્થળાંતર થતા લોકોને સ્થાનિક કક્ષાએ વિકાસ અને સલામતીનું વાતાવરણ મળે તે માટેની પહેલ ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કરી છે.અમરેલી જિલ્લો ખેતી આધારિત છે જયાં સિંચાઈની સવલત અને બાગાયતી વિસ્તાર છે તેવા વિસ્તારો માટે સરકારની વિવિધ યોજનાઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન સાથે આગળ વધવા માગતા ખેડુતોને મદદરૂપ બનાવવામાં આવશે ઉપરાંત ખારાપાટ વિસ્તારના ખેડુતો માટે જમીન અને પાણીના પૃથ્થકરણ સાથે દેશ અને વિશ્વના આ પ્રકારની જમીન અને પાણી ધરાવતા વિસ્તારોમાં થતી ખેતીની માહિતી ખારાપાટ વિસ્તારના ગામડાઓને બેઠા કરવા પ્રયત્ન થશે.આ માટે ૦૮ સપ્ટેમ્બરના રોજ અમરેલી અમર ડેરી ખાતે અમરેલી જિલ્લાના પ્રગતીશીલ ખેડુતો સાથે દિલીપભાઈ સંઘાણી સંવાદ કરીને ખેતી અને ખેડુતોને મદદરૂપ થવાના સહિયારા પ્રયત્નો હાથ ધરાશે તેમ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા અને હિરેન હિરપરાએ જણાવેલ છે.