ગુજરાત ભાજપ કિસાન મોરચાનાં મહામંત્રી હિરેન હિરપરાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે કે, અમરેલી જિલ્લામા આવેલા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે અતિ ખરાબ હાલતમાં છે. આ જિલ્લામાં બનતા નવા ડામર રોડ કે રી-કાર્પેટ રોડમાં કાયમી ગુણવતાનો અભાવ રહ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરીને પ્રજાને રોડ– રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે. વર્તમાન સમયમાં કેટલાક હાઇવે વાહન ચાલકો માટે પરેશાનીરૂપ છે. જેમાં રાજુલાથી સાવરકુંડલા સ્ટેટ હાઇવે, સાવરકુંડલાથી અમરેલી હાઈવે, સાવરકુંડલાથી નેસડી સુધી ચલાલા સ્ટેટ હાઈવે, અમરેલીથી બગસરા સ્ટેટ હાઇવે, ચલાલા થી બગસરા સ્ટેટ હાઈવે, અમરેલી થી બાબરા નેશનલ હાઈવે, બગસરાના માણેકવાડાથી બીલખા રોડ અમરેલીની હદ સુધી ઉપરના તમામ રોડ રીપેરીંગ અને નવા બનાવવા જોઇએ.