વરસાદની આગાહીના પગલે અમરેલી ફ્‌લડ સેલ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને સાવચેતી અને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં હળવાથી ભારે, અતિ ભારે વરસાદની સંભાવના છે. તા.૧૦/૦૭/૨૦૨૫ થી તા.૧૪/૦૭/૨૦૨૫ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં તા.૧૨/૦૭/૨૦૨૫ સુધી હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આમ, અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને સાવચેતી તથા તકેદારીના તમામ પગલાં લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.