અમરેલી જિલ્લામાં રહેતા શ્રમિક પરિવારના યુવાને એક નવો જ કિર્તિમાન સ્થાપિત કર્યો છે. રક્ષિત નામના યુવાને માત્ર ૪ કલાકમાં ૪૪ કિ.મી.દોડ લગાવતા યુવાન પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. જેથી ધો.૧રમાં અભ્યાસ કરતા રક્ષિતનું નાજાપુર ગામના યુવા આગેવાન કૌશિક પાનસુરીયા અને લાલભાઈ આહિરે સન્માન કર્યુ હતું. દોડવીર રક્ષિત ભારતીય સૈન્યમાં જાડાઈ ગામનું નામ રોશન કરવા માગે છે.