અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી એકપણ તાલુકામાં જોઈએ તેવો વરસાદ નોંધાયો નથી, માત્ર ઝરમર વરસાદ વરસે છે, ત્યારે આજે વહેલી સવારથી અમરેલીમાં ઝરમર વરસાદના આગમનથી વાતાવરણમાં થોડા અંશે ઠંડક પ્રસરી હતી, માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહે છે પરંતુ મેઘો મન મૂકીને વરસતો નથી. અમરેલી જિલ્લામાં આજ સવારના ૬થી સાંજના ૬ વાગ્યા સુધીમાં વરસાદના આંકડા જાઈએ તો લાઠીમાં ૩ મીમી, અમરેલીમાં પ મીમી, બગસરામાં ૧ મીમી, જાફરાબાદમાં ૪ મીમી, રાજુલામાં ૩ મીમી બાકી અન્ય કોઈ તાલુકામાં ઝરમર વરસાદ પણ વરસ્યો નથી.