દિવાળી પહેલા ગુજરાત સરકારે અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. જેમાં ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી અને મામલતદારો અને ટીડીઓની બઢતી કરવામાં આવી છે. વર્ગ ૧ના ૭૯ અને વર્ગ ૨ ના ૪૪ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી સાથે બઢતી કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં ૭૯ ડેપ્યુટી કલેક્ટરની બદલી અને ૪૪ મામલતદારને પ્રમોશન આપી ડેપ્યુટી કલેક્ટર બનાવાયા છે. જા અમરેલી જિલ્લાની વાત કરીએ તો સાવરકુંડલાના પ્રાંત અધિકારી ડી.એચ.ભાલાળાને ડે.સુપ્રિટેન્ડેટ ઓફ સ્ટેમ્પ ગાંધીનગર, જયારે જે.વી.પટેલને જામનગરથી સાવરકુંડલા મુકવામાં આવ્યા છે. ડે.ડીઈઓ ડી.પી.સકસેનાને નડીયાદ મુકવામાં આવ્યા. તેમના સ્થાને અમદાવાદથી આનંદ ઉકાણીને મુકાયા છે. જયારે અમરેલી જિલ્લાનાં મામલતદારોની પણ બદલી થઈ છે. બગસરાનાં મામલતદાર કું.આર.જી.ઝાલાને બઢતી સાથે બોટાદ ડે.કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. તેમના સ્થાને ઉમરાળાથી
પી.એ.ભીંડી મુકાયા છે. વડિયાનાં મામલતદાર એમ.પી.સોલંકીને પીઆરઓ ખેડા, સાવરકુંડલાનાં મામલતદાર એસ.એચ. બારૈયાને કુંડલાથી વીજાપુર, જે.ડી.જાડેજાને બાબરાથી રાજકોટ મુકવામાં આવ્યાં છે. તેમજ જિલ્લાનાં નાયબ મામલતદારોને પણ બઢતી મળી છે. વી.જે.ડેર મામલતદાર પાલીતાણા, એન.ડી.પરમાર મામલતદાર હિંમતનગર, એમ.ડી. જાની મામલતદાર તળાજા, એ.ડી.કુબાવત પીઆરઓ ભાવનગર, કે.કે.વાળા મામલતદાર માળીયાહાટીના અને એન.એન.વિસાણીને મામલતદાર મેંદરડા મુકવામાં આવ્યાં છે.