અમરેલી જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોનમાં રૂ. ૩ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે આપવાની યોજના છે. તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતો પાસેથી ૭ ટકા લેખે વ્યાજ વસુલવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે વસુલેલા વ્યાજની રકમ અનેક ખેડૂતોને હજુ સુધી રીફંડ મળી નથી. અમુક બેંકમાં તો બે વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે. ત્યારે બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે,રાજ્ય સરકાર તરફથી બેંકોને વ્યાજની રકમ ચૂકવાઇ નથી. એટલે અમો આપી શકતા નથી. સરકારે જાહેરાત કરી હતી કે, વ્યાજની રકમનું રીફંડ મળી ગયું છે. જાકે ખેડૂતોને આ બાબતે ગુમરાહ કરવામાં આવતાં હોવાથી હાલ ચોમાસુ નજીક હોય ત્યારે ખેડૂતોને ચોમાસુ પાક માટે નાણાની ખાસ જરૂરિયાત હોવાથી વ્યાજનું રીફંડ ચુકવી આપવામાં આવે તેવી આપ જિલ્લા પ્રમુખ કિસાન સંગઠનના સુરેશભાઇ વાવીયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી છે.