રાજ્યમાં ધો. ૧૦નું પરિણામ આજે જાહેર થયું હતું. જિલ્લામાં ધો. ૧૦ના ર૯ સેન્ટરો હતા. જેનું ૬૮.ર૬% પરિણામ આવ્યું છે. જેમાં સૌથી વધુ કુંકાવાવ તાલુકાના મોટા ઉજળા કેન્દ્રનું ૯૦% અને સૌથી ઓછું રાજુલા તાલુકાના દેવકા કેન્દ્રનું પ૪.૬પ% પરિણામ આવ્યું છે. શ્રેષ્ઠ ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.