(એ.આર.એલ),અમરેલી,તા.૬
સૌરાષ્ટÙમાં સારો વરસાદ થયો છે. સૌરાષ્ટનાં દરેક જિલ્લામાં ચોમાસાની સીઝનથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જળાશયો ભરાઇ ગયા છે. અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે. અમરેલી જિલ્લાનાં વડિયા કુંકાવાવમાં આવેલ સુરવો ડેમ ૭૦ ટક ભરાઇ ગયો છે. ડેમ આ વિસ્તારનાં ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ડેમ ભરાતા ખેડૂતો ત્રણ સીઝનમાં વાવેતર કરી શકશે. ઉપરવાસમાં પડેલા વરસાદથી આ ડેમ ભરાયો છે.
ખેડૂત ખોડીદાસભાઈ કિકાણીએ જણાવ્યું હતું કે, સુરવો ડેમમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો છે. પોતાની પાસે ૧૫ વિઘા જમીન છે, જેમાં કપાસ, સોયાબીન તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને ઉત્પાદન સારું એવું મળી રહે છે. અમરેલી જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે. પરંતુ ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે સૂરવો ડેમમાં પાણી આવ્યું છે અને પાણી આવતા ડેમ ૭૦ % છલકાતા ખેડૂતોમાં હેતની લાગણી છે.
વડિયા કુંકાવાવ વિસ્તારનો સુરવો ડેમ સૌથી મોટો અને જીવાદોરી સમાન છે. આ ડેમ ૭૦ ટકા ભરાયો છે. ડેમમાં નવા નીર આવ્યા છે. સુરવો ડેમ ભરાતા નીચાણ વાળા વિસ્તારમાં ન જવા સિંચાઈ વિભાગે અપીલ કરી છે. સાથે જ વડીયા, સમઢીયાળા, ચારણીયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પિયતના તળ ઉપર આવ્યા છે.
કુંકાવાવ વડિયા વિસ્તારમાં મગફળી, કપાસ અને સોયાબિનનું વાવેતર કરવામાં આવ્યું છે. શિયાળુ પાકમાં આ વિસ્તારમાં તલ, ઘઉં તેમજ ચણાનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે અને ઉનાળુ સીઝનમાં તલ, મગફળી તેમજ અન્ય ધાન્ય વર્ગનું વાવેતર કરવામાં આવે છે. શિયાળુ અને ઉનાળુ સીઝનમાં સુરવો ડેમમાં પાણી હોવાથી ખેડૂત મબલક ઉત્પાદન મેળવે છે. સુરવો ડેમ ખેડૂત માટે જીવાદોરી સમાન છે. સિઝન પહેલા આગોતરી વાવણી કરી અને ભાવ વધુ મેળવે છે.