ધારી શહેર ખાતે આવેલ વિવિધ વિસ્તારોમાં અગાઉ કરાયેલા મેગા ડિમોલીશનથી મુખ્ય માર્ગ પર ગેરકાયદે દબાણો રહી ગયેલ હોય જેથી તંત્ર હરકતમાં આવેલ છે. આ દબાણો દૂર ન થતાં ફરી પોલીસ અને મામલતદારે ફુટ માર્ચ યોજી દબાણકર્તા સ્થળોની મુલાકાત લીધી હતી અને ફરી મેગા ડિમોલીશનની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જાણવા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર ધારી શહેરમાં અગાઉ મેગા ડિમોલીશનની કામગીરી થઈ હતી. પરંતુ હાલ મેઈન રોડ પર આવેલ દુકાનોને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને મામલતદાર દબાણકર્તા સ્થળોની મુલાકાત લીધી હતી તથા દુકાનો, દબાણો નહી હટે તો ફરી મેગા ડિમોલેશન થશે.