અમરેલીના ભંડારીયા પાસે આવેલી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં સીધા પ્રવેશથી ખાલ જગ્યા માટે મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે. જેમાં ઓનલાઈન અને ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી માન્યતા પ્રાપ્ત શાળાનો હોવો જાઈએ, ધો.૧૦માં ગણિત-વિજ્ઞાનના કુલ ૬૦% ગુણ ફરજિયાત છે. વિદ્યાર્થીનો જન્મ ૧-૬-ર૦૦૮થી ૩૧-૭-ર૦૧૦ વચ્ચે હોવો જાઈએ. સીબીએસઈ શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. મેરીટમાં કોઈ ઉમેદવારોના ગણિત અને વિજ્ઞાનના એક સમાન ગુણ થતા હશે એવી સ્થિતિમાં એવરેજ ટકાવારી અને ત્યારબાદ અંગ્રેજી વિષયના ગુણને ધ્યાને લેવામાં આવશે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ નોંધણી ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન ઉપલબ્ધ રહેશે . ઉમેદવારો દ્વારા તા. ૧૦-૮-૨૫ સુધીમાં વિગત સાથે ભરેલું ફોર્મ જમા કરાવવાનું રહેશે. ઓફલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો સાથે જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારીયા બાબાપુર અમરેલી ખાતે તા. ૧૦-૮-૨૫ સુધી સવારે ૧૦ થી પ વાગ્યા સુધીમાં રૂબરૂ આવવાનું રહેશે.









































