બાબરાના યુવા આગેવાન, સેવાભાવી અને અનેક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા એવા મુનાભાઇ મલકાણની અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. વેપારીના અનેક પ્રશ્નોમાં સદા અગ્રેસર રહેનારા મુનાભાઇની આ વરણીને બાબરાની અનેક સંસ્થાઓ તેમજ સામાજિક આગેવાનોએ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા. મુનાભાઈ મલકાણની વરણીથી બાબરામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.