અમરેલી ચલાલા રોડ પર એક સિટીરાઈડ બસ પલટી જતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યુ હતુંં. બનાવ વિગતે જાઈએ તો અમરેલીના ચક્કરગઢ રોડ પર સંકુલ નજીક રહેતા શૈલેષભાઈ રામજીભાઈ કાચા તેમની દીકરીના કંકુપગલા કરવા ધારીના ત્રંબકપુર ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળા સિટીરાઈડ બસમાં આવતા અમરેલી ચલાલા રોડ પર ઓમકાર સ્કૂલ નજીક પહોંચતા બસના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી, જેમાં શૈલેષભાઈના સાળા હિતેષભાઈ પોપટભાઈ આજુગીયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમનુ મોત નિપજ્યુ હતું અને અન્ય સંબંધીઓને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત થતા ચાલક નાસી ગયો હતો. ચાલક સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.