અમરેલી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નિયમિત પ્રમુખશ્રી અને સભ્યશ્રીની જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાથી અનેક કેસોના ચુકાદાઓ પેન્ડિંગ રહ્યા છે. જેના કારણે પક્ષકારોને સમયસર ન્યાય મળવામાં મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જે.આર. વાળાએ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી કોર્ટની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા અને કામગીરીને ગતિ આપવા માંગ કરી છે.