અમરેલી જિલ્લા ગિરાસદાર ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાઠીના ઠાકોર સાહેબ કીર્તિકુમારસિંહજી અને રાણી સાહેબ ઉષાકુવરીબાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત મહામંડલેશ્વર ૧૦૦૮ રમજુબાપુ અંબિકા આશ્રમ દ્વારા શાસ્ત્રોક્ત પૂજા અને આશીર્વચન સાથે થઈ હતી. નિત્યશુદ્ધાનંદ સ્વામીએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. સમાજના પ્રમુખ દિલીપસિંહ દેવુભાઈ સરવૈયાના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી. અશોકસિંહ ગોહિલ, આંકડા અધિકારી ઝાલા અને પોસ્ટ સુપરિન્ટેન્ડેન્ટ સંદીપસિંહ ચુડાસમા સહિત અન્ય અધિકારીઓ સામેલ હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિશિષ્ટ ક્ષેત્રમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન હતું. આ ઉપરાંત પરંપરાગત શસ્ત્રપૂજન પણ યોજવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડા. બલભદ્રસિંહ આર. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું, પૂર્વ પ્રિન્સિપાલ અને મંત્રી અજિતસિંહ ગોહિલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.