યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમરેલીની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી સંચાલિત અને ગજેરા સંકુલના સહયોગથી નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવમાં જુદા જુદા વયજૂથમાં ૧૫ ટીમોએ ભાગ લીધો હતો. કુલ ૩૦૦ સ્પર્ધકોએ ભાગ લઈને નવરાત્રી મહોત્સવને સફળ બનાવ્યો હતો.  નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા ટીમના કલાકારો આગામી સમયમાં યોજાનાર રાજ્યકક્ષા નવરાત્રી મહોત્સવમાં ભાગ લઈને અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એમ.જે. નાકીયા, પટેલ સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ, વલ્લભભાઈ રામાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.