શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં તારીખ ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ ઉત્સવ-૨૦૨૫નો શુભારંભ થયો હતો. જેમાં શાળા, કોલેજ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ આનંદ અને ઉત્સાહ સાથે જોડાયા હતા. ‘જય ગણેશ’ અને ‘ગણપતિ બાપા મોરિયા’ના નાદ સાથે ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી. આ સ્થાપન બાદ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને દરરોજ અલગ-અલગ વિભાગ દ્વારા સવાર-સાંજ આરતીનું આયોજન કરવામાં આવે છે.
જેમા ભગવાન સત્યનારાયણની કથાનું પણ આયોજન કરાયું હતુ.આ પ્રસંગે ટ્રસ્ટીઓ ડાયાભાઈ ગજેરા, ખોડાભાઈ સાવલિયા તેમજ સમાજના આગેવાનો, ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, રાજુભાઈ ફીણવિયા, પંકજભાઈ મહેતા, રાજેશભાઈ સતાસિયા, જયસુખભાઈ કાવઠીયા અને અન્ય શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. શૈક્ષણિક સંકુલના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી અને મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.








































